Monday, July 3, 2017

રાશિ ફળ – જુલાઈ ૨૦૧૭ MONTHLY HOROSCOPE PREDICTION - JULY 2017

મેષ રાશિ : સંઘર્ષ પૂર્ણ સ્થિતિ વચ્ચે પણ ધન લાભ થાય.ભાગ દોડ ,પરિશ્રમ વધે.૧૧ જુલાઈ  થી ઘરેલું સુખો માં ન્યૂનતા આવે,રહેઠાણ સંબંધી તકલીફ ,માતા ના સ્વાસ્થ્ય માં તકલીફ રહે.
ઉપાય : શ્રી સુંદરકાંડ ના પાઠ શુભ ફળ આપશે.
વૃષભ રાશિ : શુક્ર સ્વરાશી માં ભ્રમણ કરવાથી પરિસ્થિતિઓમાં પરિવર્તન થશે .શની ની દ્રષ્ટિ ને કારણે કૌટુંબિક બાધા નિર્માણ થાય .બનતા કાર્યો માં વિઘ્ન,માનસિક તણાવ ,અધિક સંઘર્ષ અને ધન નો અપવ્યય થાય.
ઉપાય : શુક્ર ગાયત્રી ના જાપ કરવા .
મિથુન રાશિ : આર્થિક અને પારિવારિક પરિસ્થિતિ અનિશ્ચિત રહેશે .યાત્રા માં સમય વ્યતીત થાય.વ્યર્થ ની તકલીફ નો સામનો કરવો પડે.મિત્ર અથવા સંબંધીઓ સાથે ઝગડા –કલહ નો ભય રહે.
ઉપાય : નિત્ય શ્રાવણ મહાત્મ્ય ના પાઠ કરવા.
કર્ક રાશિ : આત્મીયજનો ના સંપર્ક ને કારણે મહાત્વાકાંક્ષા ખીલે. સ્ત્રી અને સંતાન સંબંધી શુભ સમાચાર મળે.તાં.૩ પછી ભાઈ-બંધુ ઓ થી મન મોટાવ  રહે.તારીખ ૧૧ પછી તણાવ,ક્રોધ,અને માનસિક ઉદ્વેગ વધે. સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ અને ખર્ચ વધે.
ઉપાય : મંગળવારે ગાય ને ઘાસ/ચારોં નાખવો.
સિંહ રાશિ : અટકેલા કાર્ય પૂર્ણ થવાના યોગ છે.કોઈ ઉચ્ચ પ્રતિષ્ઠિત મિત્ર ના સહયોગ થી અટકેલા કાર્ય બને.ધર્મ-કર્મ માં રૂચી વધે.પરંતુ શની ની અઢિયા ના કારણે માનસિક દબાવ પણ રહે.અધિકાંશ સમય વ્યર્થ ફરવામાં અને મનોરંજન માં વ્યતીત થાય .
ઉપાય : શ્રાવણ મહાત્મ્ય ના પાઠ કરવા .
કન્યા રાશીં : તારીખ ૨ થી બુધ લાભ સ્થાન માં હોવાથી વ્યવસાય ની દ્ધ્રષ્ટિ એ શુભ ફળદાઈ છે.જેથી આય ના સાધન માં વૃદ્ધી થાય.અને ખર્ચ પણ વધુ થાય.તારીખ ૧૬ પછી પ્રતિફળ મળશે.મિત્રો થી મુલાકાત અને પારિવારિક સહયોગ થી ઉન્નતી ના અવસર પણ મળે.
ઉપાય : શિવ રુદ્રી ના પાઠ કરવા.
તુલા રાશિ : બનતા કાર્યો માં વિઘ્ન ,વિલંબ અને વ્યર્થ ની ભાગદોડ થાય.માનસિક તણાવ અને અધિક ધન વ્યય થાય .સ્વાસ્થ્ય ની ખાસ કાળજી રાખવી.વિભિન્ન વ્યવસાયિક તકલીફો નો સામનો કરવો પડે.પરંતુ નિર્વાહ યોગ્ય આય ના સાધન બની રહે.
ઉપાય : મહામૃત્યુંજય ના જાપ કરવા.
વૃશ્ચિક રાશિ : વ્યવસાયિક અને પારિવારિક ક્ષેત્ર માં સંઘર્ષ પૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થાય .તારીખ ૧ પછી મંગલ નીચસ્થ હોવાથી વ્યર્થ ની ભાગદોડ રહે.
ઉપાય : શ્રી સુક્ત ના પાઠ કરવા.
ધન રાશિ : અત્યધિક ક્રોધ અને આવેશ ને કારણે નજીક ના લોકો સાથે કલહ-કલેશ સંભવ છે.શારીરિક અસ્વસ્થતા રહે.ઉત્તરાર્ધ માં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ,ઘરેલું વ્યવસાયિક ચિંતા રહે.ભાગીદારી ના કાર્યો માં હાની થાય.
ઉપાય : શિવ પંચાક્ષર સ્તોત્ર ના પાઠ કરવા.
મકર રાશિ : અધિક દોડધામ રહે .આરામ ઓછો અને સંઘર્ષ અધિક થાય.નોકરી-વ્યવસાય માં વિઘ્ન ઉત્પન્ન થાય.તારીખ ૧૧ પછી લોટરી,શેર-સટટા દ્વારા અચાનક ધનલાભ ની સંભાવના છે.સ્ત્રી-સંતાન તરફથી શુભ સમાચાર મળે.
ઉપાય : દુર્ગા સપ્તશતી ના પાઠ કરવા.
કુંભ રાશિ : કાર્યક્ષેત્ર માં વિશેષ ઉતાર-ચઢાવ અને સંઘર્ષ નો સામનો કરવો પડે.તારીખ ૧૧ થી મંગળ ની શત્રુ દ્ધ્રષ્ટિ હોવાથી અધિક પરિશ્રમ રહે.માનસિક ઉત્તેજના ,ઉદ્વીઘ્નતા રહે.આય સાધારણ રહે.નવા લોકો ના સંપર્ક ને કારણે લાભ ઓછો અને ખર્ચ વધુ થાય.પેટ સંબંધિત રોગ અને વ્યવસાયિક પ્રતિકુળતા સંભવ છે.
ઉપાય : શિવ રુદ્રી થી શિવજી નો અભિષેક કરવો.
મીન રાશિ : વ્યવસાયિક કાર્ય માં સફળતા પ્રાપ્ત થશે.નવી યોજના ઓ બને.પરિશ્રમ કરવાને લીધે કાર્ય સિદ્ધ થાય.ધર્મ-કર્મ ના કાર્ય માં નિષ્ઠા વધે.ઉત્તરાર્ધ માં પરિવાર માં મંગળ કાર્ય પર ખર્ચ થાય.બનતા કાર્ય માં થોડી અડચણ નો સામનો કરવો પડે.
ઉપાય : વિષ્ણુ સહસ્ત્ર નામ ના પાઠ કરવા.
રાશિ જ્યોતિષ કાર્યાલય :
કિન્નરી સુશીલકુમાર દુબે(જ્યોતિષ શાસ્ત્રી)
10-A,Geeta Sadan Building,N.S.Road-Dumping Rd Corner,Mulund-West.Mumbai-80.
Contact : +91 – 9892384828 / 8879424647
 

LED BY ASHOK CHAVAN CONGRESS PARTYS ASTOUNDING VICTORY IN NANDED MUNICIPAL CORPORATION ELECTIONS CELEBRATED IN MULUND

12 October 2017, Mulund, Mumbai - Congress activists from Mulund celebrated the outstanding victory, of 73 congress candidates fro...