Wednesday, June 21, 2017

રાશિ ફલાદેશ જુન -૨૦૧૭, MONTHLY HOROSCOPE PREDICTION - JUNE 2017

મેષ રાશિ : ૨૦ જુન સુધી ભાઈ – બંધુ ઓ સાથે વૈચારિક મતભેદ,વ્યવસાય / નોકરી માં સંઘર્ષ ની સ્થિતિ નો સામનો કરવો પડે.૨૧ જુન થી સ્થિતિ માં સુધાર અને ગઈ પરિસ્થિતિ માં કરેલા કાર્યો નું પ્રતિ ફળ અપેક્ષિત છે,પરંતુ શની ની દ્ધૈય્યા ના પ્રભાવ થી ખર્ચ અને ક્રોધ અધિક રહે.
ઉપાય : મંગળવારે સુંદર કાંડ ના પાઠ અને શનિવારે વ્રત  કરવું .
વૃષભ રાશિ : વૃષભ રાશિ પર સૂર્ય નું ભ્રમણ તથા બારમાં ભાવ માં શુક્ર ના કારણે દોડધામ અધિક રહે તથા વ્યવસાય માં સંઘર્ષ કરવો પડે.આરામ ઓછો અને ભાગદોડ વધુ રહે,સ્વભાવ માં ઉતાવળ અને ગુસ્સો રહે.
ઉપાય : શ્રીસૂક્ત ના પાઠ કલ્યાણકારી રહેશે.
મિથુન રાશિ : વ્યવસાય-કાર્ય સંબંધિત યોજનાઓ બને.૩ જુન પછી વ્યર્થ ભાગદોડ,અપવ્યય ,સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ અને ક્રોધ થી સાચવવું .વ્યવસાય-કાર્ય માં સંઘર્ષ અને પરિશ્રમ થીજ આય ના સાધન માં સફળતા મળશે .યાત્રા ના યોગ છે.
ઉપાય : દરરોજ અથવા પ્રત્યેક બુધવાર ગાય ને ચારો નાખવો લાભ થશે.
કર્ક રાશિ :  વ્યવસાયિક ક્ષેત્ર માં ઉતાર-ચઢાવ અને પરિવર્તન સંભવ છે,છતાય સફળતા મળશે.ભૂમિ-વાહન ના ક્રય-વિક્રય ની યોજના બને.માસ ના અંત માં શારીરિક કષ્ટ ,માનસિક તણાવ,પેટ સંબંધિત વિકાર અને ગુપ્ત રોગ થી સંભાળવું .
ઉપાય : નિત્ય આદિત્ય હ્રિદય સ્તોત્ર ના પાઠ કરવા.
સિંહ રાશિ : કાર્ય માં સફળતા મળે.ભાઈ-બહેન વચ્ચે મતભેદ રહે.રાહુ ના ભ્રમણ ને કારણે બનતા કાર્યો માં અડચણ ,વ્યર્થ યાત્રા,ધન નો અપવ્યય ,માથા નો દુખાવો સંભવ.
ઉપાય : આદિત્ય હૃદય સ્તોત્ર ના પાઠ કરવા.
કન્યા રાશિ : ૩ જુન પછી બગડેલા કાર્યો માં સુધાર,ધન આગમન ના સાધન માં વૃદ્ધી અને વિદેશ ના કાર્યો માં લાભ .૧૮ જુન પછી વિઘ્ન છતાં વ્યવસાય-કાર્ય માં ઉન્નતી ના અવસર મળશે.
ઉપાય : શ્રી વિશ્વનાથ મંગળ ના સ્તોત્ર લાભ કરશે
તુલા રાશિ : વિઘ્ન બાધા છતાં આપના આય ના સાધન માં વૃદ્ધી થાય. વિશેષ પ્રયાસ કરવાથી બગડેલા કાર્યો બને.ધર્મ-કર્મ ના કાર્ય માં રૂચી વધે.૨૧ જુન થી શની સાડાસાતી ને કારણે માનસિક તણાવ વધે.
ઉપાય : હનુમાન ચાલીસા અને રામ એરક્ષા સ્તોત્ર ના પાઠ કરવા.
વૃશ્ચીક રાશિ : સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ,રક્ત પિત્ત ,આંખ પીડા ને કારણે ઉત્સાહ માં કમી રહે.સ્વભાવ માં ક્રોધ વધે.સંયમપૂર્ણ વ્યવહાર કરવો.શત્રુ ઓ ને કારણે બનતા કાર્ય બગડે.
ઉપાય : શ્રી હનુંમાનાષ્ટક  ના પાઠ કરવા  .
ધનુ રાશિ : તણાવ અને ક્રોધ અધિક રહે.વ્યવસાય-કાર્ય માં વ્યસ્તતા વધે.વ્યર્થ પારિવારિક તકલીફ વધે.૧૫ જુન પછી સંઘર્ષ પૂર્ણ પરિસ્થિતિ છતાં ધન લાભ થાય.માસાંત માં ધર્મ સ્થળ અથવા પર્યટન સ્થળ ની મુલાકાત થાય
ઉપાય : શ્રી શની સ્તોત્ર ના પાઠ કરવા.
મકર રાશિ : માનસિક તણાવ અને ઉલઝન વધે.સંઘર્ષ વધુ અને ધન લાભ ઓછો હશે.ખર્ચ વધે .મંગળ ની ઉચ્ચ દ્રષ્ટિ  ને કારણે પરાક્રમ અને પુરુષાર્થ નો ઉત્સાહ વધતો રહે .યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય સંભાળવું .
ઉપાય : સુંદરકાંડ ના પાઠ કરવા .
કુંભ રાશિ  : ૨૦ જુન પછી શની ની સ્વગૃહી દ્રષ્ટિ ને કારણે સંઘર્ષ છતાં ધનલાભ ના અવસર મળશે.અટકેલા કાર્ય બનશે.પરિવાર તરફથી શુભ સમાચાર મળે.માસાંતરે આળસ માં વૃદ્ધી અને મનોરંજન માં ખર્ચ થાય.
ઉપાય : દશરથ કૃત શ્રી શની સ્તોત્ર ના પાઠ કરવા .
મીન રાશિ  : ૯ જુન થી માનસિક દ્રષ્ટિકોણ માં બદલાવ આવે.પરિશ્રમ અને ઉત્સાહ માં વૃદ્ધી થાય.સારા કાર્ય માં વ્યય થાય.૨૦ જુન પછી ભૂમિ સંબંધિત કાર્યો માં ધન વ્યય થાય.અકસ્માત યાત્રા ના યોગ છે.
ઉપાય : વિષ્ણુસહસ્ત્ર નામ ના પાઠ કરવા .


MINISTRY OF GAMES A BOARD CAFE


Mysterious Sucide of Vaibhav shetty

Mysterious Sucide of Vaibhav shetty body found hanging in a lodge at Andheri, he  was the Owner of six hotels in mumbai along with Vai...