Monday, January 8, 2018

કચ્છની ધીંગી ધરાના નવનિર્વાચિત વિધાયકો, મંત્રીશ્રી વાસણભાઈ જી. આહિર અને શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજાનું મુંબઈ - થાણામાં કચ્છી સમાજો / સંસ્થાઓ દ્વારા ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.


માદરે વતન કચ્છના ગુજરાત રાજ્યના વિધાયકો શ્રી વાસણભાઈ જી. આહિર (અંજાર) - રાજ્યમંત્રીગુજરાત રાજ્ય અને શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (વિધાનસભ્યમાંડવી - મુન્દ્રા) ‘રાજપૂત સમાજ રત્ન’ નું મુંબઈના  કચ્છી બાંધવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવાર તા. ૭ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ થાણા - વેસ્ટમાં વસંતરાવ નાયક સભાગૃહમાં યોજાયેલા સાંસદ શ્રી રાજન બી. વિચારેનગરસેવક શ્રી સંજય વાઘુલેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘કચ્છ વાગડ લોક સત્કાર’ સમારંભમાં મુંબઈ - થાણેની વિવિધ કચ્છી સંસ્થાઓના પદાધિકારીઓ દ્વારા કચ્છના આ જનપ્રતીનીધીઓને તુતારી, ઢોલ, શરણાઈના નાદ અને કળશ ધારી કુમારિકાઓ દ્વારા તિલક કરી પારંપરિક સ્વાગત કરી કચ્છી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારે આખો હોલ હર્ષોઉંલ્લાસથી ગાજી ઉઠ્યો હતો.
 





ઓલ ઇંડિયા સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર્સ ફેડરેશન તથા મુજાવર સમાજના અગ્રણી શ્રી અકબરભાઈ હાલા દ્વારા મોમેન્ટો આપી એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી લાલજીભાઈ સર અને શ્રી નીતિન મણિયાર (પત્રકાર) પી.એન.આર.ન્યુઝ, એ કાર્યક્રમની વ્યવસ્થાની બાગડોર સંભાળી હતી. તેમજ સમાજ અગ્રણીઓ શ્રી શામજીભાઈ સાવલા, શ્રી શામજી એન દંડ, શ્રી રામદેવપીર મંદિર મુલુન્ડના શ્રી વીરગીરી મહારાજ, શ્રી બીપીન પંચાલ પત્રકાર (હમારા મુલુન્ડ), શ્રી હરીભાઈ ગઢવી, શ્રી ભગવાનજીભાઈ ઝાલા, વગેરેની વિશેષ ઉપસ્થિ તી હતી. 















Popular Posts